યાકૂબને બચાવવા માટે શત્રુઘ્ન સિંહાએ સહી કરી ભાજપને શરમમાં મુક્યોઃજેટલી
યાકૂબ મેમણને ફાંસી ના થાય તે માટે રાષ્ટ્રપતિને અરજી કરનારાઓમાં ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાનુ પણ નામ હતુ. શત્રુઘ્નના આ કૃત્ય બદલ તેમના હજારો લાખો ચાહકો,દેશવાસીઓ તો નારાજ થયા જ છે પરંતુ પાર્ટીની અંદરથી પણ તેની સામે અવાજ ઉઠી રહ્યો છે. ભાજપના કદાવર નેતા અરુણ જેટલીએ જાહેરમાં જ શત્રુઘ્ન સિંહા સામે નારાજગી વ્યક્ત કરીને કહ્યુ છે કે તેમના કારણે ભાજપને શરમમાં મુકાવુ પડ્યુ છે.બહુ દુખની વાત છે કે સિન્હાએ પાર્ટીના વલણથી વિપરિત દિશામાં કામ કર્યુ છે. જેટલીએ સાથે સાથે એમ પણ કહ્યુ હતુ કે આ સવાલ એ દરેક વ્યક્તિને પૂછવામાં આવે કે તેમને દયા યાચિકા પર સહી કરતા શરમ ના આવી. જેટલીએ સ્પષ્ટતા કરી હતી કે શત્રુધ્ન સામેનુ મંતવ્ય મારુ પોતાનુ છે અને તેને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી
Pl see my blogs;
Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!
No comments:
Post a Comment